મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા (૧) નક્ષત્ર હોસ્પિટલ (૨) વેદાંત હોસ્પિટલ (૩) મંગલમ હોસ્પિટલ (૪) રાધે ક્રિષ્ના હોસ્પિટલ JR (૫) મધુરમ ઓર્થોપેડિક ૬) શ્યામ હોસ્પિટલ (૭) સ્નેહ બાળકોની હોસ્પિટલ (૮) અમૃતમ હોસ્પિટલ (૯) સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ (૧૦) જીવન જ્યોત હોસ્પિટલ (૧૧) સાગર હોસ્પિટલ (૧૨) ન્યુટેક લેબોટરી એન્ડ સોમીયા સ્કીન ક્લિનિક ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી.
જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર ઓફિસર અને જયેશ ડાકી લીડિંગ ફાયરમેન નાં માર્ગદર્શન હેઠળ કરેલ
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...