મોરબી: ગુજરાત રાજ્યના ફાયર વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને વોટર બાઉઝર આપવામાં આવેલ છે તેનુ આજે મોરબી પાલીકા પ્રમુખ કુસુમબેન પરમારના હાથ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ સમયે મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ગિરિરાજસિંહ ઝાલા, કલ્પેશભાઇ રવેશીય, કે.કે. પરમાર, સુરેશભાઇ સીરોહિયા તેમજ અન્ય આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
