મોરબીના ભળીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ મકવાણા ના પુત્રની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સંતવાણીના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વહાલસોયા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા મકવાણા પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિતે દાન પુણ્ય કરી રાત્રે તેમના નિવાસ સ્થાને સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે. ભજન કલાકાર સુંદરદાસ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.






