મોરબી પોલીસ દ્વારા “FIT INDIA MOVEMENT” તથા “NATIONAL SPORTS DAY” અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઇ
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ અશોક કુમારની સુચના અને હે. પોલીસ અધિક્ષક, મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ, “FIT INDIA MOVEMENT” તથા “NATIONAL SPORTS DAY” અનુસંધાને આજે પોલીસ હેડક્વાર્ટર, મકનસર, મોરબી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ.
આ સ્પર્ધામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહસભર ભાગ લીધેલ તથા મહે.પોલીસ અધિક્ષક તરફથી વિજેતા તથા ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
તદ્દઉપરાંત, શાળાના બાળકો પણ આ રમતોમાં ભાગ લે તે હેતુસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતોમાં ભાગ લેવડાવી તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમત-ગમતના મહત્વ તથા શારીરિક તંદુરસ્તી બાબતે જાગૃત રહી વધુમાં વધુ શારીરિક રીતે કાર્યરત રહેવા બાબતે માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવેલ.