મોરબીમા ફ્લાઈટ ટીકીટ બુકિંગના નામે 15.47 લાખની છેતરપીંડી; ટ્રાવેલ એજન્ટ સામે FIR
મોરબીમાં એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જો તમે વિદેશ જવા માગતા હોય તો ટ્રાવેલ એજન્ટથી સાવધાન રહેજો કેમકે આ લોકો તમને લાખો રૂપિયાનો ચૂનો લગાવી શકે છે ત્યારે મોરબીના એક વેપારી તથા સાથીઓને વિદેશ ફેમિલી સાથે ફરવા જવાનું હોય જેથી આરોપીની ટુર્સ એન્ડ ફોરેન્સ નામની ઓફિસે એજન્ટ તરીકે ટીકીટ કરી આપવાનો વેપારીને તથા સાથીઓને વિશ્વાસ આપી એરલાઇનની બનાવટી ટીકીટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી રૂ. ૧૫,૪૭,૦૦૦ ની ફરીયાદી તથા સાથીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ લક્ષ્મીનગર સોસાયટી મારૂતિનગર એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૬૦૨ માં રહેતા નીંકુજભાઈ દિનેશભાઇ પનારા (ઉ.વ.૨૫) એ આરોપી હેનીલ હિતેશભાઈ રાઠોડ રહે. પ્રશાંત શેરી કરણપરા -૧૮ કેશરીયાવાડી રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓને વિદેશ ફેમીલી સાથે ફરવા જવાનુ હોય જેથી આરોપીની ટુર્સ એન્ડ ફોરેન્સ નામની ઓફીસે એજન્ટ તરીકે ટીકીટ કરી આપવા નો ફરીયાદીને તથા સાથીઓને વિશ્વાસ આપી ફરીયાદીને એરલાઇનની બનાવટી ટીકીટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીને મોકલી ટીકીટના રૂપીયા.૧૫,૪૭,૦૦૦/-ની ફરીયાદી તથા સાથીઓના રૂપીયા ઓળવી જઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન. એસ કલમ.૩૧૬(૨)(૫), ૩૧૮(૪), ૩૩૬(૩),૩૪૦(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.