Sunday, August 10, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ઉમા ગેરેજ પાસે કર્મચારી સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ કિં રૂ.૧,૧૦,૦૧૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમા ગેરેજ પાસે કર્મચારી સોસાયટીમાં રહેતા આરોપી નાદીમ યુનુશભાઈ પલેજા (ઉ.વ૨૦) તથા યુનુશભાઈ અલીભાઈ પલેજાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૬૮ કિં રૂ.૧,૦૫,૨૧૦ તથા બીયર ટીન નંગ -૪૮ કિં રૂ.૪૮૦૦ એમ કુલ કિં રૂ. ૧,૧૦,૦૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર