મોરબીમા રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો પકડાયો
મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૦૨ માંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા કુલીનગર -૦૨ માં રહેતા લાલો રસુલભાઈ જેડા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૮ કિં રૂ.૧૬,૧૩૫ તથા બીયર ટીન નંગ -૯૬ કિં રૂ. ૯૬૦૦ મળી કુલ કિં રૂ. ૨૫૭૩૫ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી લાલો રસુલભાઈ જેડા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.