અત્યાર સુધી ના ૩૧ કેમ્પ માં કુલ ૯૮૮૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૩ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૯૪ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૫૮ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૯૫૯૧ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૪૨૩૬ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૯૪ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૫૮ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,સી.ડી. રામાવત,પારસભાઈ ચગ,સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહેતા હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.૧૫) તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા ઉ.વ.૨૩વાળા ચંદ્રગઢ ગામે હોય ત્યારે ચંદ્રગઢ ગામે નીકળતી...
ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણનાં કારખના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.૨૮) એ આરોપી બાઈક...