મોરબીનાં ઘુટુ રોડ પરથી ઈંગ્લીશ દારૂની 22 બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ઘુટુ રોડ રામકો વીલેજ સોસાયટી સામે બાવળની કાંટમાથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલો સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ઘુટુ રોડ રામકો વીલેજ સોસાયટી સામે બાવળની કાંટમાથી આરોપી હાર્દીકભાઇ ગણપતભાઇ લાંઘણોજા (ઉ.વ-૩૧ રહે-ઘુટુ હરીઓમ પાર્ક સોસાયટી મકાન નંબર-એ-૩૪ તા-જી-મોરબી ) તથા પીરાભાઇ જોધાભાઇ ભરવાડ (ઉ.વ-૩૪ રહે-હાલ ઘુટુ રામકો વિલેજ સોસાયટી તા-જી-મોરબી મુળ રહે-રાપર) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૭ કિં.રૂ. ૨૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.