મોરબીઃ ગાળા ગામથી ગુગણ જવાના રસ્તે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
મોરબીઃ ગાળા ગામથી ગુગણ જવાના રસ્તે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : બોલેરો ચાલક ફરાર
ફિલ્મી ઢબે વિદેશી દારૂ ઝડપી પાડતી તાલુકા પોલીસ
મોરબી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થઇ રહી છે દિનપ્રતિદિન બુટલેગરો દારૂની હેરાફેરી કરીને શહેરમાં ઘુસાડવામાં સફળ થતા હોય છે ત્યારે વધુ એક દારૂનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકાના ગાળા ગામથી ગૂગણ જવાના રસ્તે વિદેશી દારૂનો જથ્થો બોલેરો કાર નંબર જી જે 4એ ટી 3544 હોય જેની તલાશી લેતા કારમાંથી 114 પેટી બોટલ નંગ 1368 મળી આવી હતી જો કે બોલેરો ચાલક પોલીસને જોઈને ગાડી સ્પીડમાં ચલાવી નાસી જવાના મૂડમાં હતો પણ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કાર અટકાવી હતી તેમ છતાં કાર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને વિદેશી દારૂ જથ્થો પોલીસના હાથે આવી ગયો હતો હાલમાં તો પોલીસે 114 દારૂની પેટી નંગ 1368 તેમજ બોલેરો કાર કુલ મળીને 7,89,000 નો મુદામાલ ઝડપી પ્રોહિબિશન હેઠળ ધારા લગાવી કાર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે