વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા ઉ.65 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર નવાપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
