ખાણી પીણી ના શોખીન મોરબીમાં ફૂડ ઇન્સ્પેક્ટર જ નથી: તાત્કાલિક નિમણુક કરવા માંગ
લ્યો બોલો મોરબીમાં ફૂડ ઇન્સ્પેક્ટર જ નથી?
મોરબી મહાનગરપાલિકા બની ચુકી પરંતુ હજું સુધી ફુડ ઇન્સ્પેકટરની નીમણુંક કરવામાં આવી નથી જેના કારણે શહેરમાં દુકાનદારો અને મીઠાઈના વેપારી, હોટલો, લારી વાડાઓ લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરી કરી રહ્યા જેથી તેમના પર તપાસ માટે મહાનગરપાલિકામા ફુડ ઇન્સ્પેકટરની નીમણુંક કરવામાં સામાજિક કાર્યકરો દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી છેલ્લા લાંબા સમય થી ફુડ ઇન્સ્પેકટ (ખાધ નિરીક્ષક) ની નિમણુંક કરવામાં આવી નથી જેના કારણે શહેરના નાગરીકોના આરોગ્ય સાથે સીધા ચેડા જેવી પરિસ્થિતી ઉભી થઇ છે.
આગામી દિવસોમાં દિવાળી જેવા મોટા તહેવારો આવવાના છે જેમ શહેરભરના દુકાનદારો અને મીઠાઈ બનાવનારા વેપારીઓ, હોટલો, લારી નાની દુકાનો દ્વારા અનેક પ્રકારના ખાધ પદાર્થો વેચાણ માટે મુકવામાં આવશે પરંતુ ફ્રુડ ઇન્સ્પેકટરના અભાવે કોઇપણ પ્રકારની ચકાસણી કે તપાસ થત નથી. પરિણામે જુના અપ્રમાણભૂત કે નકલી ખાધ પદાર્થો વેચાઇને શહેરની પ્રજાના આરોગ્યને ગંભીર જોખમ ઊભુ થાય તેવી શક્યતા છે.
જેથી સામાજીક કાર્યકર રાજુભાઈ દવે તથા તેમની ટીમ દ્વારા સર્વે કરીને આ હકીકત બહાર લાવી છે કે ક્રુડ ઇન્સ્પેકટર ન હોવાના કારણે અનેક દુકાનોમાં સ્વચ્છતા અને ખાધ ગુણવતા અંગેની સ્થિતિ ચિંતાજનક છે. મોરબી શહેર માટે સમક્ષ અને ઇમાનદાર ફ્રુડ ઇન્સ્પેકટર ની તાત્કાલીક નિમણુંક કરવામાં આવે અને તહેવારો પહેલા ખાધ પદાર્થોની તપાસ અભિયાન હાથ ધરવામાં આવે અને મોરબીની પ્રજાને આરોગ્ય સબંધી સુરક્ષા પૂરી પાડવાની સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.