ટંકારા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 યુવા સવાંદનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ટંકારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનો સાથે વિવિધ વિષય પર વક્તાઓ દ્વારા સંવાદ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગત રવિવાર ના રોજ ટંકારા ખાતે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીજી ના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવે ના નેતૃત્વ માં જિલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી તેમજ,તાલુકા સંયોજક નિલેશભાઈ પટણી તથા રાજ દેત્રોજા દ્વારા G-20 અંતર્ગત યોજાનારા “Y-20” એટલે યુવા મીત્રો સાથે સંવાદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ખાસ ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, એપીએમસીના ચેરમેન ભવાન ભાઈ ભાગ્યા સાહેબ, મોરબી જિલ્લા મહામંત્રી બાબુભાઈ હુંબલ,ટંકારા તાલુકા પીએસઆઇ હરેશભાઈ હેરભા,સાહેબ ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મુખ્ય વક્તા તરીકે ભરતભાઈ વડધાસીયા,પ્રભુલાલ કામરીયા,અશોકભાઈ ચાવડા,અરવિંદભાઈ દુબરીયા,ટંકારા આર્ય સમાજ પ્રમુખ દેવજીભાઈ પડસુંબીયા, સંજયભાઈ ભાગ્યા,રશ્મિકાંત દુબરીયા,તેમજ યુવાનો અને બહેનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.