મોરબીના ગાંધીચોકમા નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના ગાંધીચોકમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ ૬૪૪૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ગાંધીચોકમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો અમીનભાઇ હસનભાઈ ખુરેશી (ઉ.વ.૩૮) રહે. રબારીવાસ,શેરી નં.૧, મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ (ઉ.વ.૨૩) રહે. વીશીપરા (ગુલાબ નગર), મોરબી-૨, સફી તારમહમદ મોટલાણી (ઉ.વ.૪૬) રહે બોરીચાવાસ,સબ-જેલ પાછળ, મોરબી, નરેશ કનૈયાલાલ કીપલાણી (લુવાણા) (ઉ.વ.૩૨) રહે હાઉસીંગ પાસે,ત્રીશુલ ચા વાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ ૬૪૪૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.