ગણપતિ અપને ગાઁવ ચલે કૈસે હમકો ચેન પડે, સમગ્ર દેશમાં આજે ગણપતિ વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીમાં પણ ગણપતિ વિસર્જન ને લઈને તંત્ર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે
છેલ્લા દસ દિવસથી ભકતો ગણપતી બાપાની પૂજા-આરાધનામાં જોડાયા છે. નાના-મોટા વિવિધ આયોજનો દ્વારા ગણેશજીને ભક્તિ ર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું ગરીબોને ભોજન,જેવા સામાજિક કાર્યક્રમો ઉપરાંત ગરબા સ્પર્ધા, ટેલેન્ટ શો, ભજનો, આરતી ડેકોરેશન, જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકો હોંશે હોંશે જોડાયા હતા આજે અનંત ચર્તુદશીના દિવસે બાપ્પાને ભક્તિભાવપૂર્વક આંખમાં આસુ સાથે વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના અલગ અલગ ચાર વિસ્તારોમાં ગણપતિ ની મૂર્તિઓનું એકત્ર કરવા કાઉન્ટરો રાખવામાં આવ્યા છે જ્યારે મોરબીના આરટીઓ કચેરી ખાતે આવેલ મચ્છુ ત્રણ ડેમ ખાતે ગણપતિ વિસર્જન કરવામાં આવશે જ્યાં પણ તંત્ર દ્વારા જેસીબી ક્રેન સહિત કર્મચારીઓની મદદથી ગણપતિ વિસર્જન કરવામાં આવશે કોઈપણ લોકોને ડેમ ખાતે પાણી સુધી ન જાય તેના માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચછનિય બનાવ ન બને તે માટે ખાસ પોલીસના 90 જેટલા કર્મચારીઓ તેનાંદ કરવામાં આવ્યા છે.
