Saturday, May 24, 2025

લક્ષ્મીનગર નજીકથી ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણને ઈસમોને ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં હોટેલ નજીકથી પોલીસે ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ સભ્યોને દબોચી લઈને લોખંડનો ધારદાર સળીયો સહિતના ધાડ પાડવામાં મદદરૂપ થનાર હથિયારો અને કાર સહીત ૧.૧૦ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર હાઈવે પર એક શંકાસ્પદ સેવરોલેટ કંપનીની ટાવેરા કાર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ શંકાસ્પદ હાલતમાં નીકળતા કારણે ઉભી રાખવા ઈશારો કર્યો હતો જોકે કાર ચાલક કાર લઈને મોરબી તરફ ભાગવા જતા કારનો પીછો કરતા લક્ષ્મીનગર ગામની સીમમાં કારણે આંતરી લીધી હતી જેથી કારમાં રહેલ સાત ઈસમો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે આરોપી કૈલાસ પારસીંગ ભુરીયા (ઉ.વ.૩૧) પ્યારસિંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા (ઉ.વ.૪૫) અને જયદીપ રણુભાઈ બામનીયા (ઉ.વ.૨૪) રહે ત્રણેય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા હતા જયારે આરોપી વિજય રૂપસિંગ ભુરીયા, મુકેશ દલસિંગ અમલીયાર, પપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી રહે ચારેય મધ્યપ્રદેશ વાળા નાસી ગયા હતા ઝડપાયેલા ત્રણ ઈસમો પાસેથી પોલીસે લોખંડનું પ્લાસ્ટિકના હાથ પર રબ્બર ચડાવેલ લાલ કલરના હાથવાળું મોટું કટર, લોખંડનો સળીયો, અન્ય નાના મોટા હથિયાર અને કાર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ સહીત કુલ રૂ ૧.૧૦ લાખનો મુદામાલ કબજે લીધો છે ગેંગ બનાવી આ ઈસમો ધાડ પાડવાની પેરવીમાં હોય જે ગુનાને અંજામ આપે તે પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે તો ફરાર ઇસમોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર