Monday, June 16, 2025

ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા હંમેશા સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને વંચિત પરિવારને તથા ગંગા સ્વરૂપ બહેનો અને તેમની દીકરીઓને પગભર કરવા માટે નવ જેટલા સિવણ કેન્દ્રો તેમજ ત્રણ જેટલા બ્યુટી પાર્લર કેન્દ્રો ચલાવવામાં આવે છે.

જેના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલા કુબેરનાથ મંદિરની બાજુમાં આવેલ લુહાર શેરીમાં આ કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેન પરમારને ત્યાં લાભાર્થી બહેનોને દેવકરણભાઈ આદ્રોજા અને શારદાબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્રની લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવન ભાઈ સી ફુલતરિયા અનષ્ટોપેબલ ગૃપના હેતલબેન પટેલ રેખાબેન પટેલ તથા સિદસર ઉમિયા મહિલા સમિતિના સુકેતાબેન સાપરિયા ઈન્દુબેન ફળદુ કાજલબેન આદ્રોજાના હસ્તે આપવામાં આવ્યા.

આ સેવાકીય કાર્યમાં લાભાર્થી બહેનો પોતે પગભર બની તથા કુટુંબ અને સમાજ માટે ઉપયોગી થાય તેવી ભાવના સાથે સમિતિના સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને અંતે આભારવિધિ સંચાલિકા જાગૃતિબેન પરમારે કરી લાભાર્થી બહેનો આ સેવાકીય પ્રવૃતિઓ એકબીજા સાથે સાંકળરૂપ બની સમાજ ઉપયોગી થાય તેવી ભાવના ઉજાગર કરે તેવુ કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર