Wednesday, May 15, 2024

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ પરિવારોની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા ગરીબ પરિવારોની બહેનોને તેઓ પોતાની રોજી રોટી મેળવી શકે તથા સમાજમાં અને પોતાના કુટુંબમાં ઉપયોગી થાય તેવી ભાવના સાથે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા છે.

આજે તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ રાજેશભાઈ હરિભાઈ આદ્રોજાને ત્યાં આવા લાભાર્થી બહેનોને રૂબરૂ બોલાવી સ્વ. કાન્તાબેન હરિભાઈ આદ્રોજાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રોજેક્ટમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા તેમજ સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ. સી. ફુલતરિયા અને બાલુભાઈ કડીવાર, શારદાબેન આદ્રોજા તથા કાજલબેન આદ્રોજા તેમજ સામાજિક કાર્યકર અલ્પાબેન કક્કડ અને બહેનોની હાજરીમાં તથા ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત બહેનોની હાજરીમાં સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા.

દેવકરણભાઈ આદ્રોજા એ લાભાર્થી બહેનોને જણાવ્યું કે તમે સિલાઈ શીખી લો અને પછી તમે જો સિલાઈ કેન્દ્ર ચલાવવા માગતા હો તો તમને બીજા વધુ મશીનો પુરા પાડવામાં આવશે. તેમજ ટી. સી. ફુલતરિયાએ પણ આ સમિતિ દ્વારા ચાલતા સિલાઈ કેન્દ્રો વિશેની માહિતી આપી બાલુભાઈ કડીવારે હાજર રહેલા લાભાર્થી બહેનો અને હાજર વડીલ બહેનોનો આભાર વ્યક્ત કર્યો અને આ સેવાકીય પ્રોજેક્ટ પુરો થયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર