આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટર ને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં વરસાદ ની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવા ની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે.
જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક...
હળવદ તાલુકાના વેગડવાવ ગામે યુવકના ઘરના રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખેલ હોય જે યુવક આઘુ કરવા ગયેલ ત્યારે આરોપીઓ પાઇપ, ધારીયુ, લાકડાના ધોકા લઈને આવી યુવકને ભુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મજુરી કરતા ભરતભાઈ ચતુરભાઈ...