મોરબી: ગઈકાલના રોજ મોડી સાંજે માળીયા(મી)નજીક આવેલ અણિયારી ટોલનાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ટ્રક ચાલકને ટોલકર્મીઓએ માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો જેથી રોષે ભરાયેલા ટ્રક ચાલકોએ ૧૫૦ કરતા વધુ ટ્રક રોડ પર જ ઉભા રાખી હોબાળો મચાવ્યો હતો.જેને પગલે દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ બનાવ અંગે જાણ થતા જ માળીયા (મી) પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ટ્રક ચાલકો પોતાની વાત પર અડગ રહેતા અંતે કડક પગલા લેવા માટે માળીયા પોલીસની સમજાવટ અને મોરબીના ન્યૂઝ18 ગુજરાતીના પત્રકાર અતુલભાઈ જોશીએ ફરિયાદ નોંધાવવામાં સાથે આવવાની સહમતી દર્શાવતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તો ખુલ્લો કરવા સહમતી દર્શાવી હતી અને માળીયા પોલીસની ભારે જહેમત બાદ ત્રણ થી ચાર કલાક બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતા.
તેમજ ભોગ બનનાર ટ્રક ચાલક ધનાભાઈ રબારી ને સાથે લઈ જઈ ને માર મારનાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણ આરોપી સીદીક હબીબભાઈ મોવર(ધંધો .સિક્યુરીટી ગાર્ડ,રહે.નવાગામ તાં.માળીયા),સીદીક કરીમભાઈ મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ,રહે.નવા અંજીયાસર તા.માળીયા) અને યારમામદ શેરાલિન મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ.રહે.વિરવિદરકા તા.માળીયા)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા...
માળીયા મીંયાણા શહેરમાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતી સહિત ત્રણ વ્યકિત પર લાકડાના ધોકા, પાઈપ તથા ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...
માળીયા (મીં)ની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો બાયો ડીઝેલ છે તેમ કહી ટ્રક માલિકોને વેચાણ કરી ટ્રક માલિકો સાથે છેતરપીંડી કરતા ટેન્કર ભરેલ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...