માળિયા પોલીસ દ્વારા માળિયા મિયાણાના તળાવની પાળ પાસે થી જાહેરમાં વર્લીના આંકડા લેતા એક ઈસમ પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

માળીયા મિયાણા ગામે તળાવની પાળે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા અલીયાસભાઇ હુસેનભાઈ ખોડ, રહે.,માળીયા માતમચોક પાસે ખોડવાસ વાળાને પોલીસે રૂપિયા 450 રોકડા અને વરલી મટકાનું સાહિત્ય તેમજ બોલપેન સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી








