માળીયા હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રકે કારને હડફેટે લેતા યુવકનુ મોત
મોરબી: માળિયા-અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી કારને અડફેટે લેતા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાબતે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં રહેતા નીમીશભાઈ મોહનભાઈ રાજગોર (ઉ.વ.૩૮) એ આરોપી એક ડમ્પર જેના રજી નં- GJ-12-BT-5942 નો ચાલક વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૯-૨૦૨૨ ના આશરે સવારના છેક વાગ્યાના અરસામાં અમદાવાદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ માણબા ગામના પાટીયા સામે આવેલ પુલ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક-ડમ્પર રજી નં- GJ-12-BT-5942 વાળી બેદરકારી અને બેફામ રીતે રોંગ સાઇડમા ચલાવી સામેથી આવતા વાહનચાલક સાથે અકસ્માત થવાથી પોતાનુ અથવા સામાવાળાનુ મ્રુત્યુ નિપજી શકે તેઓ સંભવ હોવાનુ જાણતો હોવા છતા પોતાની ટ્રક-ડમ્પર રજી નં- GJ-12-BT-5942 વાળી માળીયા-અમદાવદ હાઇવે રોડ ઉપર હળવદ થી માળીયા તરફ આવતી ઇક્કોસ્પોર્ટ કાર રજી નં- GJ-12-DG-4308 વાળી સાથે રોંગ સાઇડમા અકસ્માત કરી ફરીયાદીના ભાઇ ગુંજન મોહનભાઇ રાજગોર (ઉ.વ.૩૬) રહે- ગાંધીધામ વાળાને ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી પોતાનુ ડમ્પર રેઢુ મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.