મોરબીના લોકો બાલ દેવો ભવ:ની ભાવના ધરાવે છે,અને શાળામાં ભણતાં બાળકો માટે મોરબી પંથકના લોકો કઈંકને કંઈક અવનવું દાન કરતા રહે છે,હાલ ગરમીનો પારો અસહ્ય રીતે તપી રહ્યો છે,લોકો હાલ ગરમીથી આકુળ વ્યાકુળ છે ત્યારે ગરમીમેં ભી ઠંડી કા અહેસાસ કરાવતી દાનવૃત્તિ નજરમાં આવેલ છે.
વાત જાણે એમ છે કે મોરબી તાલુકાના માણેકવાડા ગામના પ્રભાબેન તથા મહાદેભાઈ ચનિયારા દંપતી દ્વારા શાળામાં અભ્યાસ કરતાં 250 જેટલા બાળકોને મોંઘા મુલની આઇસક્રીમ ખવડાવી હતી,જેથી આવી અસહ્ય ગરમીમાં બાળકોને મનગમતી,મન ભાવતી આઈસ્ક્રીમ આરોગવા મળી એટલે બાળકોને મોજ આવી ગઈ અને ખુશખુશાલ થઈ ગયા આ તકે વિપુલભાઈ અઘારા આચાર્ય તેમજ શાળા પરિવારે બંને દાતા દંપતીનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...