Monday, May 12, 2025

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળાઓ– પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગૌશાળાઓ–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ–૨૦૨૩-૨૪ માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ–ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ-ખેડુત પોર્ટલ પર તા. ૦૧-૦૬-૨૦૨૩ થી તા.૩૦-૦૬-૨૦૨૩ દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, પશુ ચિકિત્સા અધિકારી અને જીલ્લા નોડલ અધિકારીની ભલામણ સહીત અને અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજી, ઓનલાઈન કર્યા તારીખથી દિન-૩૦ પહેલા બોર્ડને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. ૭/૨, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને મોકલી આપવાની રહેશે. જિલ્લા નોડલ અધિકારીની યાદી બોર્ડની ઉપર જણાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ યોજનાઓનો લાભ ગુજરાતની તમામ ગૌશાળાઓ–પાંજરાપોળોને મળે અને સરકારની ભાવના પણ સાચા અર્થમાં સાર્થક થાય તેવી ઉમદા અને પવિત્ર ભાવનાથી ગુજરાત સરકારની આ યોજનાઓનો લાભ લેવા ગૌશાળા-પાંજરાપોળોને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સભ્ય મિતલ ખેતાણીએ અપીલ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર