આગામી તારીખ 08 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 08:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર થી મોરબી ના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે…
આ સાથે તારીખ 09 એપ્રિલ થી 12 એપ્રિલ દરરોજ સવારે 07:30 થી 10:00 સુધી સંસ્કાર મહોત્સવ (ગર્ભ સંસ્કાર, અન્ન પ્રાશન, વિદ્યારંભ, નામકરણ વગેરે..) નું આયોજન કરવામાં આવેલ છે…
તો દરેક મોરબીની જનતાને કથાનું રસપાન કરવા તથા સંસ્કાર મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે…
સંસ્કાર મહોત્સવ માં ભાગ લેવા માટે જે લોકો ઇચ્છતા હોય તે લોકો એ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી પાસે, કેપિટલ માર્કેટ દુકાન નં:-50 – G નો સંપર્ક કરવાનો રહશે…
વધુ વિગત માટે
9428277391:- મણિભાઈ ગડારા
9979285873 :- વી. ડી. પટેલ
9825120978:- અશ્વિનભાઈ રાવલ
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...