ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શ્રી રાંદલ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શ્રી રાંદલ વિદ્યાલય મોરબી-2 (સામા કાઠે) મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
જેમાં મોરબી જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ. તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી મીનાબેન આહિર અને લાલજીભાઈ ખાનધર હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસનના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સપત લેવડાવ્યા હતા .
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજ ભાઈ પટેલ વ્યવસ્થાપક ચંદુ ભાઈ હુંબલ તેમજ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળિયો હતો.