Saturday, July 19, 2025

ગાયત્રી પરીવાર દ્વારા મોરબીની ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યશન મુક્તિ કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે ઉમા વિદ્યા સંકુલ (ઉમા ટાઉનશિપ )મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો .

જેમાં મોરબી જિલ્લા DDO જે. એસ. પ્રજાપતિ તેમજ DDO શૈલેષ ભાઈ ભટ્ટ. તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલ ભાઈ વીઠલાપરા, ગડારા પાર્થ ભાઈ, ગડારા વાત્સલ્ય ભાઈ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા તેમજ બાળકોને વ્યસન મુક્તિ તેમજ વિધાર્થી જીવન માં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્ય ક્રમને સફળ બનાવવા સ્કુલના આચાર્ય દીપક ભાઈ દેત્રોજા તેમજ શાળાના પ્રમુખ અશ્વિન ભાઈ અઘારા અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમજ કાર્યક્રમના અંત માં DDO પ્રજાપતિ પોતે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા શ્રોત બની બીજું કોઈ વ્યસન તો નથી પરંતુ આજથી ચા કે કોફી પણ નહીં પીવે એવો પોતે સંકલ્પ લીધો હતો.. જેનાથી વિદ્યાર્થીઓમાં પણ નાનામાં નાના વ્યસન પણ નહીં કરવાની પ્રેરણા મળી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર