મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા પ્રિ – SSC પરીક્ષાનુ આયોજન
મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ PRI SSC પરીક્ષાનુ આયોજન કરેલ છે. જે વિદ્યાર્થી વર્ષ 2026 માં ssc બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય એ માટે ગીતાંજલી વિદ્યાલય દ્વારા આ પરીક્ષાનુ આયોજન કરેલ છે ધોરણ ૧૦ માં કોઇપણ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.
આ પરીક્ષા આપવા માટે નીચે આપેલ લીંક ઓપન કરી માહિતી ભરી સબમીટ કરવુ. વિદ્યાર્થીએ લીંકમા આપેલ 5 વિષયો પૈકી ગમે તે એક વિષયની પરીક્ષા આપી શકશે જેમાં STANDARD MATHS , BASIC MATHS , SOCIAL SCIENCE , SCIENCE & TEC, ENGLISH, વિષય પસંદ કરવો.
આ પરીક્ષા તારીખ: 08/02/2026 ને રવિવાર ના રોજ સવારે 08:00 થી 12:00 કલાકે ગીતાંજલી વિદ્યાલય , વૈભવનગર સોસાયટી, ઉમિયા સર્કલ નજીક સ્કયમોલ સામે , શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. તેમજ વધુ વિગત માટે સં૫ર્ક નંબર : 7016278907 , 8401460641
રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક : https://form.svhrt.com/6968801931fccd4a51a52116