ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે ધાર્મિક પુસ્તકોનુ જ્ઞાન મળે તે માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે. આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.
હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમી પર વરઘોડો કાઢવામાં આવે છે, નાના બાળકોને શ્રી કૃષ્ણનો પોશાક પહેરાવવામાં આવે છે. તો નાની છોકરીઓ રાધા રાણી બને છે. દરેક મંદિર અને સોસાયટીમાં કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર ઉજવાય છે.
આ ઉપદેશોને અપનાવીને, વિદ્યાર્થીઓ તેમના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, તેઓ ક્યારેય નિષ્ફળ જશે નહી તેવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં શ્રી કૃષ્ણચરિત, મહાભારત અને ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનુ જ્ઞાન મળે તે માટે ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ.
જેમા ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કર્યા બાદ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ સ્પર્ધામાં બધા વિદ્યાર્થીઓને ઘણુ બધુ જાણવા મળ્યુ. તથા અતિ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો.