Monday, June 9, 2025

ઘુંટુ ગામે બાંધકામના સામાનનું ભાડુ ન આપી છેતરપિંડી કરનારા શખ્સ વિરુદ્ધ ફરીયાદ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે એક શખ્સે ખોટું નામ ધારણ કરી મહિલા પાસેથી તેમના રહેણાંક મકાને તથા ઘુંટુ રામકો વિલેજ સોસાયટી ખાતેથી મહિલાને વિશ્વાસમાં લઈ ૧,૯૫,૫૦૦ ની કિંમતનો સામાન એક મહિના ના રૂ. ૩૦૦૦૦ ના ભાડા પેટે લઈ જઈ ભાડા પેટેના બાકિ રૂ. ૨૫૦૦૦ પરત ન આપી મહિલા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામે આંબેડકરનગરમા રહેતા અરૂણાબેન નારણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) એ આરોપી ઈદ્રીશભાઈ રહે. મકરાણીવાસ જેલ ચોક પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૮-૨૦૨૩ તથા ૧૫-૦૮-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાનુ ખોટુ નામ રમેશભાઇ પટેલ ધારણ કરી ફરીયાદી પાસેથી તેમના રહેણાક મકાને તથા ઘુટુ રામકો વિલેજ સોસાયટી ખાતેથી બાધકામ કરવા માટેના લોખંડના ફરમા નંગ-૨૧૧ કિમત રૂપિયા-૧,૦૫,૫૦૦/- તથા લાકડાની વાલપેટ નંગ-૨૯ કિમત-૧૦,૦૦૦/- તથા લાકડાના ટેકા નંગ-૭૧ કિમત રૂપિયા-૧૦,૦૦૦/- તથા સિમેન્ટ કોકરીટનો માલ બનાવવાનુ મીક્ષચર મશીન કિમત રૂપિયા-૭૦,૦૦૦/- એમ મળી કુલ બાધકામનો સામન કિમત રૂપિયા-૧,૯૫,૫૦૦/- નો ફરીયાદીને વિશ્વાસમા લઇ એક મહીનાના રૂપિયા-૩૦,૦૦૦/- ના ભાડા પેટે લઇ જઇ ફરીયાદીને બાધકામનો સામન કિમત રૂપિયા ૧,૯૫,૫૦૦/ નો તથા ભાડા પેટેના બાકી રૂપિયા-૨૫૦૦૦/- પરત ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર અરૂણાબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦,૪૧૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર