મોરબી: ઘુંટુ (રામનગરી) સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો; 1.19 લાખના મુદ્દામાલની ચોરી
મોરબી જીલ્લામાં શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો સક્રિય થયા ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ(રામનગરી) સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળિ કુલ કિં રૂ.૧,૧૯,૪૮૫ નો મુદામાલ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટ રામનગરી સોસાયટીમાં રહેતા અને મજુરી કામ કરતા ડાહીબેન માવજીભાઈ વાળા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાક મકાનના હોલ (ઓસરી)નો દરવાજાનો નકુચો તોડી રાત્રી દરમ્યાન રૂમમા પ્રવેશ કરી રસોડાના સ્ટોરમાં રાખેલ તીજોરીમાં રહેલ ફરીયાદીના સોના ચાંદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧,૧૯,૪૮૫/-ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.