મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરી સોસાયટીની બાજુમાં બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૩૩૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરી સોસાયટીની બાજુમાં બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૩૩૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમો જૈનીશગીરી સંદિપગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૫) રહે-રામકો ઘુટુ ગામની સીમમાં તા.જી. મોરબી તથા સંદિપભાઇ રાજેશભાઇ બોડા (ઉ.વ.૨૦) રહે-રામકો વિલેશ ઘુટુ ગામની સીમમાં તા.જી.મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.