હળવદ GIDC માં કારખાનામાં ગૌવંશના કતલના ગુન્હામાં સંડોવાયેલ આઠ ઈસમોની ધરપકડ કરાઈ
હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં રોશની કેમ કારખાનામાં ગૌવંશના કતલના ગુનામાં સંડોવાયેલ કુલ-૮ આરોપીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષક દ્વારા ગૌવંશ કતલ અંગેની ફરીયાદ નોંધાવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી ગૌવંશ કતલના ગુનાના તમામ આરોપીઓ પકડવા સૂચના અને માર્ગદર્શન કરેલ હોય જેમાં હળવદ પોલીસ સ્ટાફ દ્રારા ટીમ વર્કથી હળવદમા ગૌવંશના કતલના ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપી-૩ તથા પુરૂષ આરોપી-૫ સહિત કુલ આરોપી-૮ અલીમશા ફકીરશા સૈયદ (ઉ.વ ૩૫), આમીનખાન નસીરખાન સૈયદ (ઉ.વ ૨૮), મુન્તાજઅલી ઉર્ફે યુનુશ સુલતાનઅલી સૈયદ (ઉ.વ ૪૫) અનીશા નઇદઅલી રસીદઅલી સૈયદ (ઉ.વ ૪૨), સલમા રાજઅલી શમસેરઅલી સૈયદ (ઉ.વ ૪૦), રૂકશાર આમીન નસીરખાન સૈયદ (ઉ.વ ૨૦) રહે બધા હળવદ GIDC રોશની કેમ નામના મીઠાના કારખાનામાં લેબર કવાટર્સમાં મુળ રહે. મેનપુરી રાજ્ય.ઉતરપ્રદેશ તથા ઇકબાલ જમાલભાઇ તકવાડીયા ખાટકી (ઉ.વ ૪૬) રહે ધાંગધ્રા ખાટકીવાસ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા યાસીનભાઇ રહીમભાઈ ઘોણીયા (ઉ.વ ૩૭) રહે હળવદ અન્નક્ષેત્રની બાજુમાં તા.હળવદવાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.