ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો: હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમા મોરબીના ત્રણ ઝડપાયાં
મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા
ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી.
પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 7 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાતના અલગ-અલગ શહેરો જેવા કે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ તેમજ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે.
આ દરોડામાં મનીષ જીવણભાઈ રગીયા (રહે. મોરબી), ધવલ ખીમજીભાઈ ઘોડાસરા (રહે. મોરબી), હરીશકુમાર જસવંતભાઈ ભેંસદળીયા (રહે. મોરબી), મેહુલ હરદાસભાઈ બારડ (રહે. ગીર ખોરાસા, હાલ અંબાળા), મુકેશ નરશીભાઈ પણસારા (રહે. રાજકોટ), કેવલ અર્જુનભાઈ ચોવટીયા (રહે. રાજકોટ), દર્શન જગદીશભાઈ છત્રાળા (રહે. રાજકોટ), ને ઝડપી પાડયા છે જ્યારે આ ખોરાસા ગીરના મેહુલ બારડે કર્યું હતું પાર્ટીનું આયોજન ઝડપાયેલા આરોપીઓમાં મહેફિલનું આયોજન કરનાર મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે, જેની સામે અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં એક આરોપી માનસિંગ સિસોદિયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી 55,080 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ 10,53,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.