Thursday, October 16, 2025

મોરબી GMERS મેડિકલ કોલેજ માનસિક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું સફળ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : રાજ્ય સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબી GMERS મેડિકલ કોલેજના માનસિક આરોગ્ય વિભાગ (Department of Psychiatry) દ્વારા તા. 07/10/2025 થી 15/10/2025 દરમિયાન સમાજના વિવિધ વર્ગોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમોનો હેતુ લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યેની સમજણ વધારવાનો, વ્યસન મુક્તિનું મહત્વ સમજાવવાનો તેમજ યુવાનોને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમના ભાગરૂપે ભરતનગર ગામના ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ડૉ. દીપ ભાડજા દ્વારા મુલાકાત અને કાઉન્સેલિંગ સત્ર યોજાયું હતું. બાળકો સાથે ઉર્જાવાન વાતચીત કરી તેમની માનસિક જરૂરિયાતો અંગે સમજ મેળવી માર્ગદર્શન આપવામાં આવ્યું.

તે જ રીતે શોભેશ્વર તથા હળવદ ખાતે આવેલી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ડૉ. વિશાલ ભટ્ટ દ્વારા મુલાકાત અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, જેમાં કિશોરીઓને સ્વસ્થ મન અને આત્મવિશ્વાસ જાળવવા માટે ઉપયોગી માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત માળીયા મુકામે ડૉ. વિશાલ ભટ્ટ દ્વારા આઉટરીચ કેમ્પ યોજી ગ્રામ્ય વિસ્તારોમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.

ડૉ. પ્રજ્ઞા સોરાણી અને ડૉ. દીપ ભાડજાએ મોરબીની વિવિધ શાળાઓ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમની માનસિક સમસ્યાઓ સમજવા પ્રયત્ન કર્યો અને યોગ્ય કાઉન્સેલિંગ આપ્યું.

જૂનિયર રેસીડેન્ટ ડૉ. હિતેષ ભદ્રા, ડૉ. રુચિ પંડ્યા તેમજ કાઉન્સેલર ભાવેશ છત્રોલા દ્વારા OPD વિભાગમાં IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું અને વ્યસન મુક્તિના સંદેશ સાથે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા.

સાયકોલોજિસ્ટ દિવ્યા ગોહેલ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ દ્વારા હોસ્પિટલ પરિસરમાં સુંદર રંગોળી બનાવી “માનસિક આરોગ્ય જાગૃતિ”નો સંદેશ આપ્યો.

કાર્યક્રમની ખાસ આકર્ષક પ્રવૃત્તિ તરીકે ડૉ. દીપ ભાડજા અને ડૉ. ભાવેશ પટેલ દ્વારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે તંબોલા ગેમ તથા માનસિક આરોગ્ય આધારિત મૂવીનું પ્રદર્શન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ સમગ્ર સપ્તાહ દરમિયાન GMERS મેડિકલ કોલેજના ડીન સાહેબ, માનસિક આરોગ્ય વિભાગના પ્રોફેસરો તેમજ તમામ સ્ટાફ દ્વારા ટીમ વર્ક સાથે નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ. લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિ લાવનાર આ પ્રવૃત્તિઓ માટે સમગ્ર મેડિકલ ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે.

મોરબી GMERS મેડિકલ કોલેજનો માનસિક આરોગ્ય વિભાગ આવનારા સમયમાં પણ આવા જ જનહિતના કાર્યક્રમો દ્વારા સમાજમાં માનસિક સુખાકારી માટે યોગદાન આપતો રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર