મોરબી મેડિકલ કોલેજ GMERSમા નોકરી નો ઓર્ડર ન સ્વીકારતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું
મોરબીમાં રહેતા યુવકને સિક્યોરિટી કંપની G.D.AJMERAમાથી મોરબી મેડિકલ કોલેજ GMERSમા સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી મળેલ હોય જે બાબતે મોરબી મેડિકલ કોલેજ GMERSમા હાજર થવા જતા ત્યાં ડિન દ્વારા ઓર્ડર ન સ્વીકારેલ અને હાજર ન કરેલ હોય જેથી યુવકે ફિનાઇલ ગટગટાવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મળેલ માહિતી મુજબ વિનોદભાઇ કિશોરભાઇ પંચોલી (ઉ.વ.૨૨) રહે. રોહિદાસ પરા, આંબેડકર સર્કલ ચોક, ફાડા વિસ્તાર, રેલ્વે સ્ટેશન પાછળ, કબીર આશ્રમ પાસે, મોરબીવાળા નાઓને સિકયુરીટી કંપની G.D.AJMERA માંથી મોરબી મેડીકલ કોલેજ GMERS માં સિકયુરીટી સુપર વાઈઝરની નોકરી મળેલ હોય જે બાબતે મોરબી મેડીકલ કોલેજ GMERS હાજર થવા જતા ત્યા ડિન. ર્ડો. સંજયભાઇ વિકાણી તથા ર્ડો. હિરનભાઇ સાંઘાણી નાઓએ ઓર્ડર સ્વિકારેલ ન હોય અને હાજર કરેલ ન હોય જેથી ભોગબનારને મનોમન મનમાં લાગી આવતા મેડિકલ કોલેજ બહાર જઇ ફિનાઇલની બોટલ લઇ આવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં અળધી ફિનાઇલની બોટલ પી લેતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે.