Saturday, April 27, 2024

ગૂગલનું નવું ફીચર : અજાણ્યા કૉલ્સ આપમેળે રેકોર્ડ થશે, આ રીતે કરો સેટિંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઘણી વાર આપણને અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને ઘણી સારી અને ખોટી વાતચીત પણ થતી હોય છે. ઘણી વખત અજણયા નંબરથી આવેલ કૉલ પર એવી વાત પણ થઇ જાય છે કે પછી આપણને વિચાર આવે છે કે કાશ આ વાતને આપણે રેકોર્ડ કરી લીધી હોત. ગૂગલે હવે આ સમસ્યાને હલ કરી છે. ગૂગલે હવે એક સુવિધા શરૂ કરી છે. જેનાથી કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે ત્યારે આપમેળે રેકોર્ડિંગ ચાલુ થાય છે. ગૂગલે આ સુવિધા તેની ગૂગલ ફોન એપ્લિકેશનમાં આપી છે, જોકે તે ગયા વર્ષે જ શરૂ કરાઈ હતી.પરંતુ હવે આ સુવિધા લેટેસ્ટ અપડેટમાં મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ગૂગલે કેટલાક ડિવાઇસીસ માટે એક અપડેટ બહાર પાડ્યું છે આ અપડેટ પછી, ગૂગલ ફોન એપ્લિકેશન આપમેળે અજાણ્યા નંબર પરથી કોલ્સ રેકોર્ડ કરશે. જો કે સામાન્ય રીતે ગૂગલ ફોન એપ્લિકેશન સ્ટોક એન્ડ્રોઇડ ફોન અથવા ગુગલ પિક્સલમાં હોય છે, જો તમે ઇચ્છો તો તેને પણ અલગથી ડાઉનલોડ કરી શકો છો.

ઓટોમેટિક કૉલ રેકોર્ડિંગ કેવી રીતે કરવું રેકોર્ડ.

ગૂગલ ફોન એપ્લિકેશનમાં બતાવેલ મેનૂ બટનને ક્લિક કરો.
હવે call recordingના વિકલ્પ પર ક્લિક કરો.
હવે numbers not in your contacts ના વિકલ્પ પર ક્લિક કરો.
ત્યાર બાદ Always Record ના વિકલ્પને પસંદ કરો.

આ પછી, ગૂગલની એપ્લિકેશન તમારા ફોન પર આપમેળે બધા અજાણ્યા નંબરોને રેકોર્ડ કરશે, જો કે અહીં એક વાત ધ્યાનમાં લેવી જોઈએ અને એ તે છે કે આ રેકોર્ડિંગ શરૂ થતાં ગુગલ તમને અને જે વ્યક્તિને કૉલ કર્યો છે તે બંનેને આ વિશે નોટિફિકેશન મોકલશે. આ સિવાય, આ રેકોર્ડિંગ ફક્ત તમારા ફોનના સ્ટોરેજમાં હશે, બાહ્ય મેમરી કાર્ડમાં નહીં. જો ફોનનો સ્ટોરેજ ફૂલ છે, તો ત્યાં કોઈ રેકોર્ડિંગ રહેશે નહીં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર