ગોર ખીજડીયા થી નારણકા અને માનસર સુધીના રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ; સરપંચોની રજુઆત ફળી
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડનું પેચવર્ક કરવા બાબતે સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆત ફળતા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડ નવો બનાવવા તેમજ પેચ વર્ક કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગને રોડ બનાવવાની રજૂઆત કરી હતી જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કામગીરી હાથ ન ધરાવતા અંતે સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને કામે લાગ્યા હતા જો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન ન આપતા અંતે સરપંચો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ મોરબીના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડ રીપેરીંગ ની કામગીરી જોર શોરથી હાથ કરવામાં આવી રહી છે આજે સવારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે.