મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી ઝોન તથા શાળાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર ગોર ખીજડીયા ગામ તથા શાળા પરીવાર દ્વારા આ કાર્યક્રમમાં પધારવા લોકોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...