મોરબીમાં જીપીસીબી અધિકારી છે કે નહિ ! કામગીરી પર ફરી એક વાર સવાલ ઉઠ્યા
મોરબીમાં જીપીસીબી વિભાગની કામગીરી પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફરીવાર ગત મોડી રાત્રે જે પ્રકારે ઘૂંટુ ગામ નજીક વેસ્ટ ભરેલું ટેન્કર ગામની નજીક થી પસાર થતી નર્મદા કેનાલ ની બાજુમાં ખાલી કરવા માટે આવ્યું ત્યારે ગ્રામજનોએ ત્યાં પહોંચી જઈ ને તેમને રોકી અને ટેન્કર ચાલકને પોલીસના હવાલે કર્યા નું શુત્રો પાસે થી જાણવા મળ્યું છે
ત્યારે સવાલ એ થાય કે આ પ્રકારે મોરબીમાં અનેક સ્થળોએ વેસ્ટ નો કડદો ઠલવવામાં આવે છે હાલ માંજ મોરબી નાં મચ્છુ -૨ ડેમ નાં દ્રશ્યો વાયરલ થયા હતા ત્યારે પણ જીપીસીબી ની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા સિરામિક માં વપરાતા પેટકોક ને બંધ કરાવવાની કામગીરી હોઈ કે આવા અન્ય કામો જે મોરબી જીપીસીબી એ કરવા જોઈએ તે કામો મોરબીનાં જાગૃત નાગરિકો કરી રહ્યા છે
જેથી સવાલ એ થાય છેકે આ બધા કામ મોરબીનાં જાગૃત નાગરિકો કરી રહી છે તો મોરબીમાં જીપીસીબી નાં અધિકારી છે કે નહિ અને છે તો આ કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે તેના પર સવલો ઉઠી રહ્યા છે