ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર ઇજનેર સેવા (સિવિલ) વર્ગ-૧,અનેર ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.EL. કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાના વતની હોઇ અને આ પ્રકારનું માર્ગદર્શન અને કોચિંગ મેળવવા ઇચ્છતા હોઇ તેવા ઉમેદવારો તથા વિધાર્થીઓએ આ પ્રેસનોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૦ માં રૂમ નં.૨૪૬, સિંચાઇ શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમૂનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઇટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા એક વર્ષ સફાળતા પૂર્વક પૂર્ણ કર્યું હોય ત્યારે MMC@1 ની ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૪ થી ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ...
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માથી રૂ.૮,૦૯,૩૯૮/- ની કિમતના કુલ-૪૨ ખોવાયેલ મોબાઈલો તેમજ રોકડ રકમ કિ.રૂ.૨,૮૩,૦૦૦/- તથા મોટરસાયકલ ૦૩ શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી...