હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલોએ સ્વચ્છતા સંદેશના વાઘા પહેર્યા
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતા ના સંદેશ આપતાભીંત ચિત્રો કંડારવામાં આવ્યા છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલો પર સ્વચ્છતા અંગે સંદેશ આપતા વિવિધ ભીંત ચિત્રો દોરવામાં આવ્યા છે.
આ ભીંતચિત્રોમાં ગોબરધન યોજના, ફિકલ સ્લજ વ્યવસ્થાપન સહિતના સંદેશ સાથે મયુરનગર, નવા રાયસંગપુર, રાયસંગપુર, જુના દેવળીયા, સુરવદર, મિયાણી, ધુળકોટ, નવા દેવળીયા, ઘનશ્યામનગર, ભલગામડા, ઘનશ્યામપુરા, સુંદરી, દીઘડીયા, ચિત્રોડી, સાપકડા, પાંડાતીરથ, રણછોડગઢ, માથક, સરંભડા અને કડીયાણા સહિતના ગામોમાં સ્વચ્છતાના સંદેશ દર્શાવવામાં આવ્યા છે.