Monday, October 7, 2024

મગફળી, મગ, અડદ અને સોયાબીનની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૩ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ થશે; નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી જરૂરી

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ. ૬,૭૮૩ ( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરી શકાશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર