GSEB બોર્ડ ધોરણ 10-12 પરીક્ષાનું પરિણામ: જાણો વિદ્યાર્થીઓ ક્યાં અને ક્યારે જોઈ શકશે રિઝલ્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

ક્યારે જાહેર થશે પરિણામ?

  • 4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts), વ્યવસાયલક્ષી પ્રવાહ અને ગુજકેટ (GUJCET-2026)નું પરિણામ. આ સાથે સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ જાહેર થશે.
  • 6 મે, 2026: ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Chaitar Vasava ના ગઢમાં BJP હારતા ગુંડાગીરી પર ઉતર્યું, RCC ના રોડ તોડી નાંખ્યા અને…

પરિણામ જોવાની રીત: હવે વોટ્સએપ પર પણ સુવિધા

વિદ્યાર્થીઓ અને વાલીઓ નીચે મુજબની રીતે ઝડપથી પરિણામ મેળવી શકશે:

  1. બોર્ડની વેબસાઈટ: સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જઈ સીટ નંબર એન્ટર કરીને.
  2. વોટ્સએપ સુવિધા: બોર્ડના સત્તાવાર વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) મોકલીને તુરંત રિઝલ્ટ મેળવી શકાશે.

આ પણ વાંચોઃ હેલ્મેટ વગર ઘરેથી બહાર ન નીકળતા, ખિસ્સા થઈ જશે ખાલી! ગુજરાતમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ

 

View this post on Instagram

 

A post shared by CHAKRAWAT NEWS (@chakrawat.in)

વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી

આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેની વિગતો નીચે મુજબ છે:

  • ધોરણ 10: 9.07 લાખ વિદ્યાર્થીઓ
  • ધોરણ 12 સાયન્સ: 1.19 લાખ વિદ્યાર્થીઓ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ: 5.01 લાખ વિદ્યાર્થીઓ

બોર્ડના આ ટેકનોલોજી સભર નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ઘરબેઠા સરળતાથી અને ઝડપથી પરિણામ મળી રહેશે.

વધુ જુઓ

તાજા સમાચાર