ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગત 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ, હવે અદાણી અને ગુજરાત ગેસ કંપનીઓએ પણ સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. ગત મધ્યરાત્રિથી જ બંને કંપનીઓએ પોતાના નવા ભાવ અમલમાં મૂકી દીધા છે, જેના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર સીધો બોજ વધ્યો છે.
ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 2.75 રૂપિયાનો વધારો કરાતા તેનો નવો ભાવ પ્રતિ કિલો 83.01 રૂપિયા પર પહોંચી ગયો છે. બીજી તરફ, અદાણીએ પણ પોતાના સીએનજીના ભાવમાં 2.25 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, જેને પગલે અમદાવાદમાં તેનો ભાવ 83.77 રૂપિયાથી વધીને હવે 86.02 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અદાણીએ 1.50 રૂપિયાનો વધારો કર્યો હતો, જેની ઉપર પ્રજાને આ વધુ એક આકરો ઝટકો મળ્યો છે.
રિક્ષા ચાલકોમાં ભારે રોષ અને ભાડા વધારાની માંગ
આ આકરા ભાવવધારાને કારણે સૌથી મોટી મુશ્કેલી રિક્ષા ચાલકોને પડી છે, કારણ કે તેઓ મોટાભાગે અદાણી સીએનજીનો જ ઉપયોગ કરે છે. સીએનજી મોંઘો થતાં રિક્ષા એસોસિએશનો દ્વારા આ વધારાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલકોએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને ટ્રાન્સપોર્ટ કમિશનરને પત્ર લખીને ભાડા વધારા માટે તાત્કાલિક રજૂઆત કરી છે.
હાલમાં રિક્ષા ચાલકો ઓફિશિયલ મીટર મુજબ મિનિમમ 1 કિલોમીટરના 15 રૂપિયા ભાડું વસૂલે છે, જેમાં 5 રૂપિયાનો વધારો કરીને તેને 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, મીટર વગરના સામાન્ય અને રેગ્યુલર ભાડામાં પણ 20 થી 30 રૂપિયાનો વધારો કરવાની માંગણી ઉઠી છે. જો આ માંગ સંતોષવામાં આવશે, તો તેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પણ પડશે.
પેટ્રોલ અને સીએનજી વચ્ચેનો તફાવત થયો નાબૂદ
એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વચ્ચે ઘણો મોટો તફાવત જોવા મળતો હતો, જેથી મધ્યમ વર્ગના લોકો અને વાહન ચાલકો સસ્તા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે સીએનજી વાહનો ખરીદવાનું વધુ પસંદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંપનીઓ દ્વારા સતત કરવામાં આવી રહેલા ભાવો વધારાને કારણે હવે સીએનજી પણ પેટ્રોલના ભાવની સમકક્ષ પહોંચવા આવ્યો છે, જેથી સીએનજી ગાડીઓ રાખવાનો કોઈ આર્થિક ફાયદો રહ્યો નથી.
![]()
આ મોંઘવારીના મારથી વાહન ચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને રિક્ષા યુનિયનોએ સામાન્ય જનતા તથા ગરીબ વાહન ચાલકોના હિતમાં અદાણી ગેસ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી છે.બોયફ્રેન્ડને પણ શોધી કાઢીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. પોલીસે બંને પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.




