વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે. ત્યારે અલગ અલગ પક્ષો અને સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ધારાસભ્ય લલિતભાઇ કગથરાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ઇતિહાસમાં ગુજરાતની અંદર પ્રથમ વખત સાત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીમાં બાઈક રેલી યોજી કારી કારી પ્રમુખ લલિત કગથરા ના સ્વાગત સમારંભ અંતર્ગત ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ રેલી અંતર્ગત પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત,ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ,નયન અઘારા સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.ત્યારે આ ભવ્ય રેલી મહેન્દ્રનગર પાસે આવેલ ઉમિયા મંદિર ખાતેથી રવાપર ગામ ઘુનડા રોડ ખાતે આવેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. ત્યારે લલિતભાઈ અને અન્ય કોંગી આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ૧૨૫ જેટલી બેઠકો કબજે કરવા માટે તૈયારી દર્શાવામાં આવી હતી.
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...