Friday, January 9, 2026

મોરબીમા હજરત રોયલા પીર (ર.અ.)ના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે. તારીખ ૧૨/૦૧/૨૦૨૬ ને સોમવાર અને મુસ્લિમ ચાંદ (૨૨) બાવીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.

જેમાં બપોરે ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહ થી જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણી વાસ રોયલા પીર સરકાર ની દરગાહ પર પુર્ણ થસે ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સાંજે છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજ શરીફ મકરાણી વાસ ચોકમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે 10 વાગ્યે નાત શરીફ નો નૂરાની જલસો રાખવામાં આવેલ છે. તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ રોયલા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર