હળવદ માળીયા હાઈવે રોડ પર ટ્રકમાં ચોખાની આડમાં છુપાવેલ 15.67 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડી પાડતી મોરબી એલસીબી
દારૂ બિયરના જથ્થા સાથે કુલ મળી કુલ 59.79 લાખના મુદ્દામાલ સાથે એક ઝબ્બે
હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાબા રામદેવ હોટલ સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ.૧૪,૩૫,૨૦૦/- તથા બિયર ટીન નંગ-૬૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૫૯,૭૯,૨૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ -અમદાવાદ હાઇવે રોડ ઉપર ધાંગધ્રા બાજુથી હળવદ તરફ એક ટ્રક ટ્રેલર નંબર GJ-06- AV-7676 વાળીમાં પાછળ ચોખાની બોરીઓ ભરેલ છે તેના ઉપર તાલપત્રી બાંધેલ છે અને તે બોરીઓની નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમીના આધારે હળવદ-માળીયા હાઇવે રોડ સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલ પાસે રોડ ઉપર ટ્રક ટ્રેલરની વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળી ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાં પ્રવિણ લાખાભાઇ પગી (ઉ.વ.૪૦) રહે. લાકડીયા પગીવાસ તા.ભચાઉ જી.કચ્છવાળા ઇસમ પાસેથી ચોખાની બોરીઓની આડમાં છુપાવી લવાતો અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૧૦૪ તથા બિયર ટીન નંગ-૬૦૦ મળી આવતા આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સિધ્ધરાજસિંહ જાડેજા રહે.લાકડીયા તા.ભચાઉ જી.કચ્છવાળાનુ નામ ખુલતા કુલ બે ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.