મોરબી: હળવદના દેવળીયા ગામની ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદના દેવળીયા ગામની ચોકડી નજીકથી રાજેશભાઈ ઉર્ફે કિશોરભાઈ દેગામા રહે. મોતીપરા જુના દેવળીયા તા. હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં.રૂ.૧૨૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
