હળવદ ટાઉનમા રહેણાંક મકાનમાંથી બીયર ટીનનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદ ટાઉનમા આંબલીવાળી શેરી લ.ના ચોક ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હળવદ ટાઉનમા આંબલીવાળી શેરી લ.ના ચોક ખાતે રહેતા આરોપી નિખિલ હર્ષદભાઈ પારેખે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ બીયર ટીન નંગ -૦૬ કુલ કિં રૂ. ૬૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી નિખિલ હર્ષદભાઈ પારેખે સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.